વેજ અને નોનવેજ બંને પ્રકારના ભોજનમાં લોકો પાસે અનેક વિકલ્પ હોય છે.
આજે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવીએ જેને લોકો વેજ સમજીને ખાય છે પરંતુ હકીકતમાં તે નોનવેજ હોય છે.
કેટલીક બિયર અને વાઈન ઈસિંગલાસથી બનાવવામાં આવે છે. જેને માછલીના બ્લેડરમાંથી તૈયાર કરેલું હોય છે.
ડોનટમાં એલ સિસ્ટીન હોય છે જે બતકની પાંખમાંથી મળતા એમિનો એસિડથી બને છે.
જેલીમાં પ્રાણીના હાડકામાંથી બનેલા જીલેટીનનો ઉપયોગ થાય છે.
સફેદ ખાંડને ઘસવા અને ચમકાવવા માટે બોન ચારનો ઉપયોગ કરવામાં આવે છે.
કેટલાક રેસ્ટોરન્ટમાં પનીરમાં રેનેટનો ઉપયોગ થાય છે. જે પ્રાણીના પેટમાંથી નીકળતા એન્જાઈમથી બનેલું હોય છે.
શાકાહારી લાગતા કેટલાક સૂપનો સ્વાદ વધારવા માટે ખાસ ચટણીનો ઉપયોગ થાય છે જે માછલીના તત્વોથી બનેલી હોય છે.
કેટલીક જગ્યાએ નાનને સોફ્ટ બનાવવા માટે તેના લોટમાં ઈંડા મિક્સ કરવામાં આવે છે.