Chutney Recipe: ટમેટાની ચટાકેદાર લાલ ચટણી આંગળા ચાટીને ખાશે લોકો, પરોઠા સાથે બેસ્ટ લાગશે

ચટાકેદાર વસ્તુ

શિયાળામાં જમવામાં જો ચટાકેદાર વસ્તુઓ હોય તો ટેસડો પડી જાય.

ટમેટાની ચટણી

ગરમાગરમ ભોજન સાથે જો ટમેટાની આ ચટણી બનાવશો તો લોકો આંગળા ચાટી ચાટીને ખાશે.

પાચન

આ ચટણી ભોજનનો સ્વાદ વધારવાની સાથે પાચનને પણ સુધારે છે.

ખાટી-મીઠી

આ ચટણી સ્વાદમાં ખાટી-મીઠી હોય છે તેથી નાના-મોટા સૌ કોઈને ભાવે છે.

ટમેટા

આ ચટણી બનાવવા માટે ટમેટાના ટુકડાને ગરમ તેલમાં લસણ, લીલા મરચાં, થોડી ખાંડ સાથે સોફ્ટ થાય ત્યાં સુધી સાંતળો.

લીલા ધાણા

ત્યારબાદ ટમેટા ઠંડા થાય એટલે તેની પેસ્ટ બનાવી તેમાં સમારેલા લીલા ધાણા ઉમેરો.

ટમેટાની પેસ્ટ

ત્યારબાદ ટમેટાની પેસ્ટમાં સ્વાદ અનુસાર મીઠું અને લીંબુનો રસ મિક્સ કરી સર્વ કરો.

ઝીણી સમારેલી ડુંગળી

જો તમે ઈચ્છો તો આ ચટણીમાં ઝીણી સમારેલી ડુંગળી પણ ધાણા સાથે ઉમેરી શકો છો.