Lipstick: દરેક યુવતી પાસે હોવા જ જોઈએ આ 6 લિપ શેડ્સ

મેકઅપ લુક

મેકઅપ લુકને કંપ્લીટ કરવા માટે યોગ્ય લિપ શેડ લગાવવો જરૂરી છે. લિપસ્ટિક મેકઅપ લુકને ચેન્જ કરી દે છે.

સુંદર લિપસ્ટિક

કોઈપણ ફંકશન કે પાર્ટી હોય તેમાં મેકઅપ ન પણ કરો અને ફક્ત સુંદર લિપસ્ટિક કરો તો પણ દેખાવમાં ચાર ચાંદ લાગી જાય છે.

6 લિપ શેડ

તેમાં પણ જે દુલ્હન બનવા જઈ રહી હોય તેણે તો પોતાના કલેકશનમાં આ 6 લિપ શેડ રાખવા જ જોઈએ.

સુંદર લુક

આ 6 લિપ શેડ એવા છે જે દરેક લુકમાં સુટ કરે છે અને સુંદર લુક આપે છે.

પ્લમ શેડ

જો તમને લાઈટ શેડ પસંદ છે તો નેચરલ પિંક લિપ્સ માટે પ્લમ શેડ સાથે રાખો.

રેડ

પાર્ટી કે ફંકશનમાં જવાનું હોય ત્યારે રેડ લિપ શેડ ટ્રાય કરો.

મરુન શેડ

બોલ્ડ અને સેક્સી લુક માટે મરુન શેડની લિપસ્ટિક લગાડવી જોઈએ.

પિંક શેડ

લગ્ન પછી નવી દુલ્હનને અલગ અલગ ફંકશનમાં જવાનું હોય છે આ સમયે પિંક શેડ યુઝ કરો.

વાઈન શેડ

પાર્ટીમાં સૌથી બેસ્ટ વાઈન શેડ લાગે છે. તે સેક્સી લુક આપે છે.

ન્યૂડ શેડ

આજકાલ આ શેડને સૌથી વધુ યુવતીઓ પસંદ કરે છે. ન્યૂડ શેડની લિપસ્ટિક પણ મસ્ટ હેવ છે.