Mukesh Ambani: મુકેશ અંબાણીની લંડનવાળી હોટલ, જાણો કેટલું છે એક રાતનું ભાડું

મુકેશ અંબાણીની હોટેલ

મુકેશ અંબાણીની લંડનની હોટલને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન લંડનની આ હોટલમાં થશે.

વેડિંગ વેન્યૂ

અનંત-રાધિકાના લગ્ન સ્થળને લઈને અંબાણી પરિવાર દ્વારા કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. એવા પણ સમાચાર છે કે લગ્ન મુંબઈમાં જ થશે.

હોટલની ચર્ચા

અનંત અંબાણીના વેડિંગ વેન્યુના સમાચારો વચ્ચે અંબાણીની લંડનમાં આવેલી 'સ્ટોક્સ પાર્ક એસ્ટેટ' હોટલની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. જાણો આ લક્ઝુરિયસ હોટેલ વિશે.

લંડનની 'સ્ટોક્સ પાર્ક એસ્ટેટ'

મુકેશ અંબાણીએ દુનિયાના ઘણા ભાગોમાં પોતાની પ્રોપર્ટી બનાવી છે. વર્ષ 2021માં તેણે લંડનમાં 'સ્ટોક્સ પાર્ક એસ્ટેટ' હોટેલ ખરીદી હતી.

900 વર્ષ જૂની

આ લક્ઝુરિયસ હોટેલ 1908માં બનાવવામાં આવી હતી. આ મહેલને બાદમાં હોટલમાં ફેરવી દેવામાં આવી હતી. શરૂઆતમાં તે ખાનગી રહેઠાણ હતું.

સૌથી મોંઘી પ્રોપર્ટીઝ

બ્રિટનના બકિંગહામશાયરમાં આવેલી આ હોટેલ બ્રિટનની પ્રથમ કન્ટ્રી ક્લબ છે. ધીરે ધીરે ફાઈવ સ્ટાર હોટેલ બની. આ બ્રિટનની સૌથી મોંઘી મિલકતોમાંની એક છે.

529 કરોડની કિંમત

300 એકરમાં ફેલાયેલી આ આલીશાન હોટેલમાં 49 લક્ઝરી રૂમ, તળાવો, બગીચા, સ્મારકો, સ્પા, ક્લબ હાઉસ, રેસ્ટોરન્ટ, જિમ ફિટનેસ સેન્ટર, ટેનિસ કોર્ટ, ગોલ્ફ કોર્સ વગેરે છે.

બ્રિટનની રાણીનું ઘર

એક સમયે તે બ્રિટનની રાણી એલિઝાબેથ દ્વિતીયનું ઘર પણ હતું. હોલીવુડની ઘણી ફિલ્મોનું શૂટિંગ અહીં થયું છે.

કેટલું છે એક રાતનું ભાડુ

redonline.co.uk વેબસાઈટ અનુસાર મુકેશ અંબાણીની આ હોટલમાં એક રાતનું ડબલ રૂમનું ભાડું 180 પાઉન્ડ એટલે કે લગભગ 18,648.72 રૂપિયા છે.

અલગ અલગ ભાડું

અહીં રૂમની લક્સરી રેંજ છે. જેટલી સુવિધાઓ, તે મુજબ ભાડું પણ વધી જાય છે. અહીં તમે સ્પા, ગોલ્ફ કોર્સ, લગ્ન સ્થળ અલગથી બુક કરી શકો છો.

રૂમનું ભાડું

રૂમનું ભાડું સુવિધાઓ અને લક્ઝરી સુવિધાઓ અનુસાર વધે છે. આ ભાડું બેઝિક રૂમ માટે છે.

લગ્ન માટે બુકિંગ

આ લક્ઝુરિયસ હોટેલમાં તમે લગ્ન માટે બુકિંગ કરાવી શકો છો. Weddingdates.co.uk ની વેબસાઈટ અનુસાર તેની કિંમત પ્રતિ વ્યક્તિ 199 પાઉન્ડ ખર્ચ આવશે.

શરૂઆતી કિંમત

બુકિંગ મુજબ ખર્ચ બદલાઇ જાય છે. આ શરૂઆતી કિંમત છે.

પરિવાર સાથે વેકેશન

નીતા અંબાણીને આ પ્રોપર્ટી ખૂબ પસંદ છે. તે મોટાભાગે પરિવાર સાથે રજા માણવા જાય છે.

થઇ નથી સત્તાવાર જાહેરાત

મીડિયામાં સમાચારો આવી રહ્યા છે કે આ લક્સરી હોટલમાં અનંત અને રાધિકાના લગ્ન થઇ શકે છે. જોકે તેને લઇને ઓફિશિયલી જાહેરાત કરવામાં આવી નથી.