શિમલા-મનાલી છોડો, ગુજરાતની આ જગ્યાઓ ફરી લો, મોજ પડી જશે

ટ્રિપ

જો તમે પણ ફરવાનો પ્લાન બનાવી રહ્યાં છો તો ગુજરાતની આ જગ્યાએ જતા આવો, જે પોતાના વ્યંજનો સાથે ફરવા માટે બેસ્ટ છે.

આવો જાણીએ ગુજરાતની એવી કઈ જગ્યા છે જ્યાં તમારી ટ્રિપ યાદગાર બની જશે.

ગિર નેશનલ પાર્ક

ગુજરાતમાં આવેલા ગિરની જરૂર મુલાકાત લો. અહીં જંગલ સફારીની મજા માણો જ્યાં તમને સિંહ પણ જોવા મળશે.

કચ્છનું રણ

કચ્છનું રણ ફરવા માટે સૌથી બેસ્ટ છે. અહીં આવેલું મીઠાનું રેગિસ્તાન જોવા દેશ-વિદેશથી લોકો આવે છે.

માંડવી બીચ

ગુજરાતમાં પણ ઘણા બીચ આવે છે, જેમાં માંડવી બીચ પણ છે. અહીં તમે કેમ્પિંગ અને અન્ય એક્ટિવિટી કરી શકો છો.

સોમનાથ મંદિર

સોમનાથ મંદિર પણ ફરવાલાયક સ્થળ છે. અહીં તમે મહાદેવના દર્શન કરી દરિયાની મજા માણી શકો છો.

સાપુતારા

ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા પણ ખુબ પ્રખ્યાત છે. જે સમુદ્ર સપાટીથી 875 મીટર ઉંચાઈ પર આવેલું છે.