હનીમૂન માટે એકદમ બેસ્ટ છે આ સસ્તા અને રોમેન્ટિક સ્થળો, પાર્ટનર થશે ખુશખુશાલ

પ્લાનિંગ

જ્યારે કોઈના લગ્ન થાય છે ત્યારે તે લગ્ન પહેલા જ પોતાના હનીમૂનને લઈને પ્લાનિંગ કરે છે કે ક્યાં જવું જોઈએ. પરંતુ અનેકવાર કપલ્સ જગ્યાની પસંદગી ખોટી કરી લેતા હોય છે.

બજેટ ફ્રેન્ડલી

અમે તમને એવી જગ્યાઓ વિશે જણાવી રહ્યા છીએ જ્યાં તમે ઓછા ખર્ચામાં હનીમૂનનો પ્લાન બનાવી શકો છો.

ઉટી

ભારતમાં હનીમૂન મનાવવા માટે ઉટી સૌથી સારી જગ્યાઓમાંથી એક છે. પહાડોથી ઘેરાયેલું ઉટી એક નહીં પરંતુ અનેક અદભૂત નજારાઓ માટે પ્રસિદ્ધ છે. અહીં તમે અને તમારા પાર્ટનર શાંતિની પળો માણી શકશો. અહીં એક દિવસનો ખર્ચો લગભગ 2500 થી 3500 વચ્ચે આવશે.

ધર્મશાળા

જો તમારો પ્લાન હિમાચલ પ્રદેશ જવાનો હશે તો તમારે કુલ્લુ મનાલી નહીં પરંતુ ધર્મશાળા જવું જોઈએ. અહીં એક દિવસનો ખર્ચો 3000થી 4000 રૂપિયા વચ્ચે છે.

નૈનિતાલ

હનીમૂન માટે ઉત્તરાખંડમાં એકથી એક ચડિયાતી જગ્યાઓ છે. પરંતુ જો તમે રોમેન્ટિંક જગ્યાની સાથે સસ્તી જગ્યા શોધતા હોવ તો પછી તમારે નૈનિતાલ જરૂર જવું જોઈએ. અહીં કપલ્સનો એક દિવસનો ખર્ચો લગભગ 2500 થી 3500 વચ્ચે આવશે.

જૈસલમેર

જો તમે રાજસ્થાનની કોઈ જગ્યા પર હનીમૂન માટે પ્લાન કરી રહ્યા હોવ તો પછી તમારે જૈસલમેર જરૂર જવું જોઈએ. અહીં કપલ્સને લગભગ 3500 થી 4500 રૂપિયાથી વચ્ચે ખર્ચો આવી શકે છે.