Keratin: કેરાટિન ટ્રીટમેંટ વિના વાળ બની જાશે સિલ્કી અને શાઈની, ખાવા લાગો આ વસ્તુઓ

કેરાટિન ટ્રીટમેન્ટ

વાળને શાઈની અને સિલ્કી બનાવવા માટે કેરાટિન ટ્રીટમેન્ટ કરાવવાનો ટ્રેન્ડ વધ્યો છે. તેના માટે યુવતીઓ હજારો રૂપિયા પાર્લરમાં ખર્ચ કરે છે.

સુંદર વાળ

જોકે કેરાટિન ટ્રીટમેન્ટ વિના કેટલીક વસ્તુઓનું સેવન કરીને પણ વાળને સુંદર બનાવી શકાય છે.

પાલક

પાલક પણ વાળના વિકાસ માટે જરૂરી પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેને ખાવાથી સ્કેલ્પનું સ્વાસ્થ્ય સુધરે છે.

ડ્રાયફ્રુટ

બદામ, અખરોટ અને પિસ્તામાં હેલ્થી ફેટ અને પ્રોટીન હોય છે. આ ડ્રાયફ્રુટ વિટામિન ઈથી ભરપૂર હોય છે જે વાળને મજબૂત અને સ્વસ્થ બનાવે છે.

દાળ

દાળ પ્રોટીન અને ઝીંકથી ભરપૂર હોય છે. ડેઇલી ડાયટમાં દાળનો સમાવેશ કરવાથી ખરતા વાળની સમસ્યા અટકે છે અને હેર ગ્રોથ વધે છે.

બીજ

ચિયા સીડ્સ, ફ્લેક્સ સીડ સહિતના બીજ ઓમેગા 3 ફેટી એસિડ, વિટામીન ઈ અને પ્રોટીનથી ભરપૂર હોય છે. આ બધા જ પોષક તત્વો વાળને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

બ્રાઉન રાઈસ

ખૂબ ઓછા લોકો જાણે છે કે બ્રાઉન રાઈસ વાળને મજબૂત બનાવે છે અને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

ઈંડા

ઈંડા પ્રોટીનથી ભરપૂર વસ્તુ છે. ઈંડામાં બાયોટીન પણ હોય છે જે વાળના વિકાસને વધારવામાં મદદ કરે છે.

માછલી

સાલમન, ટુના જેવી માછલીઓ ઓમેગા 3 ફેટી એસિડથી ભરપૂર હોય છે જે વાળ માટે ખૂબ જ જરૂરી છે.

ચિકન

ચિકન પ્રોટીન અને કેરાટીનથી ભરપૂર હોય છે. જો નોનવેજ ખાતા હોય તો ચિકન અને ડાયટમાં સામેલ કરવાથી વાળને ઝડપથી ફાયદો થશે.