મહિલા હોય કે પુરુષ પોતાની સુંદરતાનું ધ્યાન સૌ રાખે છે. પરંતુ સ્કેનકેરમાં લોકો ગરદનનું ધ્યાન રાખવાનું ભૂલી જાય છે.
જેના કારણે ગરદનની ત્વચા ચહેરા કરતાં વધારે કાળી દેખાવા લાગે છે.
જો તમારી સાથે પણ આવું થયું હોય અને ગરદનની ત્વચા કાળી દેખાતી હોય તો તમે આ ઘરેલું નુસખા અપનાવી શકો છો.
લીંબુના રસમાં વિટામીન સી હોય છે જેને ગરદન પર અપ્લાય કરવાથી સ્કીન ટોન સુધરે છે. લીંબુનો રસ 15 થી 20 મિનિટ માટે લગાવવો.
એક ચપટી હળદરમાં દહીં મિક્સ કરીને પેસ્ટ બનાવો અને તેને ગરદન પર 20 મિનિટ માટે લગાવો.
બટેટાની સ્લાઈસ કરીને ગરદન પર પાંચથી દસ મિનિટ માટે મસાજ કરો તેનાથી ત્વચાનો રંગ સુધારવા લાગે છે.
નાળિયેર તેલ વિટામિન ઈથી ભરપૂર હોય છે જે સ્કીનની સુંદરતા વધારે છે નાળિયેર તેલથી ગરદન પર માલિશ કરવાથી ત્વચાની રંગત નીખરે છે.
ચંદન પાવડરમાં ગુલાબજળ મિક્સ કરી પેસ્ટ બનાવો. ત્યાર પછી ઠંડા પાણીથી તેને સાફ કરી લો.
બેકિંગ સોડામાં પાણી મિક્સ કરી પેસ્ટ બનાવો. આ પેસ્ટને ગરદન પર લગાવો અને 15 મિનિટ પછી તેને સાફ કરો.