સીલિંગ ફેનને સાફ કરવામાં ખુબ મહેનત અને સમય લાગે છે.
પરંતુ કેટલીક ટિપ્સ ફોલો કરી તમે સરળતાથી પંખો સાફ કરી શકો છો.
પંખાની સફાઈ કરતા પહેલા પાવર સપ્લાય બંધ કરો, બાકી કરંટ લાગી શકે છે.
ફેનને સાફ કરવા માટે એક મજબૂત સીડી કે સ્ટૂલનો ઉપયોગ કરો.
સૌથી પહેલા ધૂળ સાફ કરનાર બ્રશની સહાયતાથી ફેનના બ્લેડ્સમાંથી ધૂળ અને ગંદકી હટાવો.
ફેનની બ્લેડ્સની સફાઈ માટે એક સૂકુ અને એક ભીના કપડાનો ઉપયોગ કરો.
જો ગંદકી જામેલી છે તો થોડો સાબુ કે ક્લીનર નાખો અને એક ભીના કપડા કે સ્પંજથી સાફ કરો.
ત્યારબાદ પંખાના હુક અને મોટર પર જામેલી ધૂળ સાફ કરવા માટે એક સૂકા બ્રશનો ઉપયોગ કરો.
ફેનની નિયમિત સફાઈથી ન માત્ર હવા સારી આવે છે, પરંતુ તે લાંબા સમય સુધી ખરાબ પણ થતો નથી.