અનેકવાર ગમે તેવું ખાઈ લેવાથી પાચન બગડી જાય છે.
ઓઈલી, ગળી, શુગર અને નમકીન ચીજોનું સેવન કરવાથી ગેસની સમસ્યા થઈ શકે છે.
ખોટી ખાણી પીણીના કારણે અનેક લોકો ગેસ, ખાટા ઓડકાર, ભૂખ ન લાગવાની સમસ્યાથી પરેશાન છે.
ખાટા ઓડકાર, ગેસ અને ભૂખ ન લાગવાની સમસ્યામાં રાહત મેળવવા માટે તમે પપૈયુ ખાઈ શકો છો.
પપૈયાનું સેવન કરવાથી પેટ સાફ થશે. કબજિયાત અને એસિડિટીથી રાહત મેળવવા માટે તમે પપૈયાનું સેવન કરી શકો છો.
પપૈયામાં વિટામીન એ, વિટામીન સી, ફાઈબર, એન્ટીઓક્સીડેન્ટ મળી આવે છે.
પપૈયાને તમે કોઈ પણ સમયે ખાઈ શકો છો. રાતે સૂવાના 3થી 4 કલાક પહેલા પપૈયુ ખાવાથી કબજિયાતની સમસ્યાથી રાહત મળે છે.
સવારે બ્રેકફાસ્ટમાં પણ પપૈયાનું સેવન કરી શકો છો.