યુરિક એસિડના દર્દીએ પોતાની ખાણી પીણીનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. બહારની વસ્તુનું સેવન ઓછું કરવું જોઈએ.
યુરિક એસિડના દર્દીઓએ સવારે વાસી મોઢે આદુનો ટુકડો ચાવી જવો જોઈએ.
હાઈ યુરિક એસિડને કંટ્રોલમાં રાખવા માટે આ ખુબ મદદગાર સાબિત થઈ શકે છે.
પીરિયડના દુખાવાને ઓછો કરવા માટે પણ તમારે રોજ આદુનો ટુકડો ચાવી જવો જોઈએ કે પછી તમે તેનું પાણી પણ પી શકો છો.
આર્થરાઈટિસના દર્દીઓ માટે પણ તે કોઈ વરદાનથી કમ નથી.
હાર્ટના દર્દીઓએ પણ તેનું સેવન કરવું જોઈએ. હંમેશા તમારા શરીરને બીમારીઓથી દૂર રાખે છે.
મોર્નિંગ સિકનેસને ઠીક કરવા માટે પણ આદુ ખુબ ફાયદાકારક સાબિત થાય છે.
અહીં આપેલી જાણકારી ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.