ભારતમાં ઘણા એવા લોકો છે જે સસ્તામાં વિદેશ યાત્રા કરવા ઈચ્છે છે. એવા ઘણા દેશ છે જ્યાં મોટી સંખ્યામાં ભારતીયો ફરવા જાય છે.
આ સ્ટોરીમાં અમે તમને પાંચ દેશો વિશે જણાવી રહ્યાં છીએ, જ્યાં ફરવા માટે મોટી સંખ્યામાં ભારતીયો પહોંચે છે.
આ લિસ્ટમાં પ્રથમ નંબર પર થાઈલેન્ડનું નામ છે. થાઈલેન્ડ ભારતીયોને ફરવા માટે સસ્તી જગ્યા છે. અહીં તમે મંદિર સહિત અનેક વસ્તુ જોઈ શકો છો.
ઈન્ડોનેશિયા ભારતીયોની પસંદગીની જગ્યા છે. અહીં ફરવા માટે સમુદ્રી કિનારા અને નાઇટલાઇફ પણ છે.
સિંગાપુરનું નામ પણ આ લિસ્ટમાં સામેલ છે. અહીં ફરવા માટે સેન્ટોસા આઇલેન્ડ જેવી જગ્યાઓ છે.
મલેશિયા પણ ભારતીયોની પસંદગીની જગ્યા છે. અહીં તમે શાનદાર નાઇટલાઇફની મજા માણી શકો છો.
નેપાળ ભારતનો પાડોશી દેશ છે અને ત્યાં મોટી સંખ્યામાં ભારતીયો ફરવા માટે પહોંચે છે. આ દેશ પોતાની સુંદરતા માટે જાણીતો છે.