આપણામાંથી મોટાભાગના લોકોના દિવસની શરૂઆત ચાથી થતી હોય છે. ઘણી વખત ચા પીતી વખતે ઢોળાઈ જાય તો કપડા પર ડાઘ પડી જાય છે.
કપડા પર ચાના ડાઘ પડે તો સરળતાથી નીકળતા નથી. પરંતુ અહીં દર્શાવેલો ઉપાય કરશો તો ડાઘ તુરંત નીકળી જશે.
આજે તમને સફેદ કપડાં પરથી ચાના ડાઘ કેવી રીતે દૂર કરવા તે જણાવીએ.
સફેદ કપડા પર ચાર ઢોળાઈ જાય તો સૌથી પહેલા કપડાને પાણીથી પલાળી દો
ત્યાર પછી લીંબુનો રસ કાઢી ડાઘ ઉપર લગાડો અને થોડીવાર રહેવા દો
ત્યાર પછી કપડાને ડિટર્જન્ટ પાવડર થી ધોઈ લો. ધોવાની સાથે જ કપડાના ડાઘ પણ નીકળી ગયા હશે
લીંબુ સિવાય બેકિંગ સોડા થી પણ કપડાં ધોઈ શકાય છે. કપડાને ગરમ પાણીમાં પલાળી બેકિંગ સોડા લગાવી રાખી મૂકો.
10 થી 15 મિનિટ પછી કપડાને ધોઈ લેશો તો ડાઘ નીકળી જશે.