હનીમૂન માટે બેસ્ટ છે આ સસ્તી અને રોમેન્ટિક જગ્યા

પ્લાનિંગ

જ્યારે કોઈના લગ્ન થાય છે તો તે પહેલા હનીમૂનને લઈને પ્લાનિંગ કરે છે કે કઈ જગ્યાએ જવું જોઈએ. પરંતુ ઘણીવાર કપલ્સ ખોટી જગ્યા પસંદ કરી લેતા હોય છે.

હનીમૂન

અમે તમને એવી જગ્યા વિશે જણાવી રહ્યાં છીએ જ્યાં તમે ઓછા ખર્ચમાં હનીમૂનનો પ્લાન બનાવી શકો છો.

ઉટી

ભારતમાં હનીમૂન માટે ઉટી ખાસ જગ્યા છે. પહાડોથી ઘેરાયેલું ઉટી અદ્ભુત નજારા માટે પ્રસિદ્ધ છે. અહીં તમે તમારા પાર્ટનર સાથે સારો સમય પસાર કરી શકશો. દરરોજનો ખર્ચ 2500-3500 રૂપિયા આવશે.

ધર્મશાલા

જો તમારો પ્લાન હિમાચલ પ્રદેશ જવાનો છે તો તમારે કુલ્લૂ-મનાલી નહીં પરંતુ ધર્મશાલા જવું જોઈએ. અહીં એક દિવસનો ખર્ચ 3-4 હજાર વચ્ચે છે.

નૈનિતાલ

હનીમૂન માટે ઉત્તરાખંડમાં પણ સારી જગ્યા છે. જો તમે રોમેન્ટિક જગ્યા શોધી રહ્યાં છો તો તમારે નૈનીતાલ જવુ જોઈએ. અહીં 2500-3500 રૂપિયા જેટલો ખર્ચ એક દિવસનો થશે.

જેસલમેર

જો તમે રાજસ્થાનમાં હનીમૂનનો પ્લાન કરી રહ્યાં છો તો જેસલમેર સારી જગ્યા છે. અહીં તમને દરરોજનો ખર્ચ 4-5 હજાર રૂપિયા થઈ શકે છે.

ડિસ્ક્લેમર

સામાન્ય જાણકારીના આધારે આ માહિતી આપવામાં આવી છે. તમે ટૂરિસ્ટ નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.