માનસિક તણાવને કારણે યાદશક્તિ નબળી પડવા લાગે છે.
સ્વસ્થ રહેવા માટે હેલ્ધી બ્રેન જરૂરી છે.
મગજને મજબૂત બનાવવા માટે તમે આ શાકભાજીને ડાયટમાં સામેલ કરી શકો છો.
બ્રોકલીમાં વિટામિન કે, સેલેનિયમ અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જે મેન્ટલ હેલ્થ માટે ખૂબ જરૂરી છે.
ગાજરમાં બીટા કેરોટીન અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે મગજને તેજ કરે છે.
હાર્વર્ડ હેલ્થ અનુસાર પાલકમાં વિટામિન એ, લ્યૂટિન અને કેરોટીન જેવા એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે યાદશક્તિ વધારવામાં મદદરૂપ છે.
ભીંડામાં પોલીફેનોલ્સ અને વિટામિન બી6 હોય છે, જે મગજના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
ટામેટામાં લાઇકોપીન હોય છે, જે બ્રેન સેલ્સને ડેમેજ કરવાથી બચાવે છે.
પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.