શિયાળાની ઋતુમાં શરીર રોગો અને ચેપનો શિકાર બને છે. જેના કારણે આપણી રોગ પ્રતિકારક શક્તિ નબળી પડવા લાગે છે.
શિયાળામાં વિટામિન Cથી ભરપૂર ભારતીય આમળા ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધારવા અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.
આવી સ્થિતિમાં અમે તમને આમળાનો મુરબ્બો બનાવવાના સરળ સ્ટેપ જણાવીશું. જેનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે.
આમળા, સ્વાદ અનુસાર ખાંડ, એક ચમચી ઈલાયચી પાવડર, 5-6 લવિંગ.
હવે સૌપ્રથમ આમળાને બરાબર ધોઈ લો અને કાંટા, ચમચી કે છરીની મદદથી તેમાં છિદ્રો કરો.
ત્યાર બાદ આમળાને ઉકાળવા માટે એક વાસણમાં પાણી ગરમ કરો અને તેમાં સમારેલા આમળા ઉમેરો અને તેને બફાવા દો.
હવે ચાસણી બનાવવા માટે એક પેનમાં 4-5 કપ ખાંડ અને પાણી નાખી ઉકાળો. ખાંડ બરાબર ઓગળી જાય એટલે તેમાં આમળા ઉમેરો.
આમળાને 30-40 મિનિટ માટે ચાસણીમાં રહેવા દો. આ પછી તેમાં ઈલાયચી પાઉડર અને લવિંગ નાખો.
હવે તમારો મુરબ્બો તૈયાર છે. તમે ઈચ્છો તે રીતે તેને ખાઈ શકો છો.