ગુજરાતમાં આવેલું જામનગર ખૂબ જ સુંદર શહેર છે. અહીં આસપાસ ફરવા લાયક ઘણી જગ્યાઓ છે.
ખૂબ ઓછા લોકો જાણે છે કે જામનગર પાસે પણ એક સિક્રેટ હિલ સ્ટેશન આવેલું છે. જે શાનદાર નજારાથી ભરપૂર જગ્યા છે.
જામનગરની એકદમ નજીક આવેલા આ હિલ સ્ટેશનનું નામ છે આભાપરા હિલ સ્ટેશન. આ જગ્યા પ્રવાસીઓને આકર્ષિત કરે તેવી છે.
આ હિલ સ્ટેશન પર ટુરિસ્ટને મોજ મસ્તી કરવાની મજા પડી જાય તેવું છે. આ જગ્યા ખૂબ જ ઊંચાઈ પર છે તેથી અહીંથી નયનરમ્ય નજારા જોવા મળે છે.
આ હિલ સ્ટેશનની સુંદરતા ઉડીને આંખે વળગે તેવી છે અને અહીં અદભુત શાંતિનો અનુભવ થાય છે.
અહીંના શાનદાર નજારાના કારણે આભાપરા હિલ સ્ટેશન જામનગર નજીક આવેલું બેસ્ટ ટુરિસ્ટ પ્લેસ છે.
ગુજરાતના જામનગરથી આભાપરા હિલ સ્ટેશન માત્ર 89.6 km દૂર છે.