કારેલા કડવા હોય છે તેના કારણે તેનું શાક પણ કડવું બને છે અને મોટાભાગના લોકો તેને ખાવાનું ટાડે છે.
પરંતુ કારેલાનો ઉપયોગ કરતા પહેલા તેની કડવાશ દૂર કરી લેવામાં આવે તો કારેલાનું શાક ટેસ્ટી બને છે.
કારેલાની છાલ ઉતારી તેના પર નમક લગાવી થોડી મિનિટ માટે તડકે સુકવી લો. આમ કરવાથી કડવાશ ઓછી થઈ જાય છે.
કારેલાને ઝીણા ઝીણા ટુકડામાં સમારી તેનો ઉપયોગ કરો અને શાકમાં દહીં ઉમેરો. કારેલામાં દહીં ઉમેરવાથી કડવાશ ઓછી થઈ જાય છે.
કારેલાને સમારીને તેમાં મીઠું ઉમેરી 15 મિનિટ માટે ઢાંકી રાખો. ત્યાર પછી તેનું પાણી કાઢીને તેનો ઉપયોગ કરશો તો કારેલા કડવા નહીં લાગે.
કારેલાના શાકમાં ગોળ ઉમેરી દેશો તો કારેલાનું શાક કડવું નહીં લાગે.
કારેલાનો ઉપયોગ કરતા પહેલા તેને સમારી તેની અંદરના બી કાઢી લેવા જોઈએ. બી કાઢી લેવાથી કરેલા કડવા નથી લાગતા.
કારેલાને તળી અને પછી તેનું શાક બનાવવામાં આવે તો તે કડવા નથી લાગતા.