મહાભારતની સૌથી બદનસીબ મહિલા કોણ, શું તમે જાણો છો?

મુખ્ય પાત્ર

મહાભારતના મુખ્ય પાત્રોની કહાની તો આમ બધા જાણે છે પરંતુ કેટલાક પાત્રો એવા પણ છે જેમના વિશે તમને કદાચ ખબર નહીં હોય.

ભાનુમતી

દુર્યોધનની પત્ની ભાનુમતીને મહાભારતની સૌથી બદનસીબ મહિલા ગણવામાં આવે છે.

ધાર્મિક મહિલા

તે ખુબ જ સમજદાર અને ધાર્મિક મહિલા હતી. તેણે હંમેશા યોગ્ય રસ્તો પસંદ કર્યો.

સુયોગ્ય વર

ભાનુમતિના પિતા તેના માટે એક યોગ્ય વર ઈચ્છતા હતા. તે માટે સ્વયંવર યોજ્યો હતો.

માળા નાખી

પરંતુ દુર્યોધને જબરદસ્તીથી ભાનુમતિને માળા પહેરાવી દીધી અને તેની સાથે લગ્ન કરી લીધા.

સમર્પણ અને ભાવ

ભાનુમતિએ લગ્ન બાદ તેના પતિ માટે સમર્પણ અને પ્રેમભાવ રાખ્યો.

ભાનુમતિ દુખી હતી

ભાનુમતિ દુર્યોધનના કર્મોથી દુખી હતી. જ્યારે દ્રૌપદીનું ચીરહરણ થયું તો ભાનુમતિ શરમમાં ડૂબી ગઈ હતી.

પુત્ર અને પતિનું મોત

મહાભારતના યુદ્ધમાં ભાનુમતિના પુત્ર અને પતિનું મોત થયું હતું. આથી કહે છે કે ભાનુમતિ મહાભારતની સૌથી બદનસીબ મહિલા હતી.