ભારત આવી આ બે દેશના વિદ્યાર્થી પણ આપી શકે છે UPSC ની પરીક્ષા, પરંતુ નથી બની શકતા IAS

UPSC પરિણામ

મંગળવારે સિવિલ સેવા પરીક્ષા 2023નું પરિણામ જાહેર કરવામાં આવ્યું, જેમાં આદિત્ય શ્રીવાસ્તવે ટોપ રેન્ક હાસિલ કર્યો.

શું છે UPSC પરીક્ષા?

દર વર્ષે સંઘ લોક સેવા આયોગ સિવિલ સર્વિસ પરીક્ષાનું આયોજન કરે છે. જેમાં લાખો લોકો ભાગ લે છે.

UPSC પરીક્ષા આપવાની ઉંમર

ઉમેદવારોની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષ હોવી જોઈએ. જનરલ ક્લાસ માટે ઉપલી વય મર્યાદા 32 વર્ષ છે.

કોણ આપી શકે પરીક્ષા?

આ પરીક્ષા ભારતીયો સિવાય ભારતીય મૂળના વ્યક્તિ તથા 1 જાન્યુઆરી 1962 પહેલા ભારતમાં આવેલા નેપાળ, ભૂતાન તથા તિબેટના નાગરિક આપી શકે છે.

પાક વ્યક્તિ આપી શકે?

ભારતીય મૂળના વ્યક્તિ જે પાક, બર્મા, શ્રીલંકા, કેન્યા, યુગાન્ડા, તાંઝાનિયા જેવા દેશથી ભારતમાં સ્થાયી વસવાટ કરવા ઈચ્છતો વ્યક્તિ પરીક્ષા આપી શકે છે.

અન્ય બે દેશ કયાં?

નેપાળ અને ભૂતાનના વિદ્યાર્થી પણ UPSC ની પરીક્ષા આપી શકે છે. જ્યારે તે પરીક્ષા આપશે તો તેને કોઈ દેશના સિટીઝનની જગ્યાએ સબજેક્ટ લખવામાં આવશે.

સબજેક્ટનો અર્થ

કોઈ અન્ય દેશનો નાગરિક ન લખતા તેને સબજેક્ટ ઓફ નેપાળ અને સબજેક્ટ ઓફ ભૂતાન કહેવામાં આવશે. આ ભારતીય બંધારણ હેઠળ તેને સરકારી નોકરી અપાવે છે.

ન બની શકે IPS, IAS

આ પરીક્ષા અન્ય દેશના વિદ્યાર્થી આપી શકે છે, પરંતુ તે ગ્રુપ-એ સર્વિસનું પદ નહીં મેળવી શકે. જેમ કે IPS, IAS. તે માત્ર ભારતીય નાગરિક માટે છે.