વાપીથી નજીક છે આ ટબુકડું હિલ સ્ટેશન, ખંડાલા-મહાબળેશ્વર ભૂલી જશો

ગુજરાતીઓ ફરવાના ખુબ શોખીન હોય છે. અને તેમને ફરવું ખુબ ગમતું હોય છે. શિયાળામાં હિલ સ્ટેશનોની હવા ખાવાની ઘણા ઈચ્છા ધરાવતા હોય છે.

ત્યારે અમે તમને એક એવા હિલ સ્ટેશન વિશે જણાવીશું જે વાપીથી નજીક છે અને એકદમ નાનકડું અને મજાનું હિલ સ્ટેશન છે.

માથેરાન હિલ સ્ટેશન

મહારાષ્ટ્રના થાણે પાસે આવેલું આ હિલ સ્ટેશન વાપીથી આમ જોઈએ તો લગભગ 220 કિમી જેટલું અંતર થાય છે.

એડવેન્ચર માટે બેસ્ટ

માથેરાન હિલ સ્ટેશન એડવેન્ચર માટે બેસ્ટ હિલ સ્ટેશન ગણાય છે.

ટોય ટ્રેન

માથેરાન હિલ સ્ટેશનમાં ટોય ટ્રેન પણ ચાલે છે. જે ટુરિસ્ટને તમામ નજારા ખુબ સારી રીતે દર્શાવે છે.

800 મીટરની ઊંચાઈ

આ હિલ સ્ટેશનની ઊંચાઈ પણ ટુરિસ્ટ માટે આકર્ષણનું કેન્દ્ર છે, કારણ કે તે લગભગ 800 મીટરની ઊંચાઈ પર છે.

આ હિલ સ્ટેશન એક એવું હિલ સ્ટેશન છે જ્યાં પ્રદૂષણ નહિવત લાગશે કારણ કે અહીં વાહનો લઈ જવાની મનાઈ ફરમાવવામાં આવે છે. ત્યાં તમને ઘોડા કે ઘોડાગાડીઓ વધુ જોવા મળશે.