એક ચેન ખેંચવાથી કેવી રીતે ઊભી રહી જાય છે ટ્રેન?
મહારાષ્ટ્રના જલગાંવમાં મંગળવારે એક મોટો ટ્રેન અકસ્માત સર્જાયો છે. લખનૌથી મુંબઈ જઈ રહેલી પુષ્પક એક્સપ્રેસમાં આગની અફવાને કારણે ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરોએ ચાલતી ટ્રેનમાંથી કૂદી પડયા હતા
ત્યારબાદ બાજુના ટ્રેક પર આવી રહેલી કર્ણાટક એક્સપ્રેસની અટફેટે 10થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે 30-40 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે
પુષ્પક એક્સપ્રેસના એક ડબ્બાની અંદર 'હોટ એક્સલ' અથવા 'બ્રેક-બાઈન્ડિંગ' જેને સામાન્ય ભાષામાં(જામિંગ)ને કારણે સ્પાર્ક થયો અને મુસાફરો ગભરાઈને નીચે કૂદી પડ્યા
અધિકારીએ જણાવ્યું કે, આગની અફવા બાદ ચેન પુલિંગ થયું હતું, ત્યારબાદ ઘણા મુસાફરો કૂદી પડ્યા અને બાજુના ટ્રેક પર આવી રહેલી કર્ણાટક એક્સપ્રેસે મુસાફરોને કચડી નાખ્યા
આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે આટલી મોટી ટ્રેન ટ્રેનના ડબ્બામાં ચેન ખેંચીને કેવી રીતે અટકે છે? આ જાણતા પહેલા ચાલો જાણીએ કે તેની શોધ ક્યારે અને કોણે કરી?
ટ્રેનની ચેન-બ્રેકિંગ મેકેનિઝમના નિર્માણને 150 વર્ષથી વધુ સમય થઈ ગયો છે. આ મિકેનિઝમનું નિર્માણ લોકો પાયલટોની સાથેની કોઈપણ ઈમરજન્સી સ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રખ્યાત બ્રિટિશ એન્જિનિયર જ્યોર્જ વેસ્ટીંગ હાઉસે કર્યું હતું
ટ્રેનના ડબ્બામાં ચેન ખેંચાતા જ ટ્રેન ઉભી રહે છે. પરંતુ પેસેન્જરો માટે ચેન ખેંચવી એ સરળ કામ નથી, તેને ખેંચવામાં ખૂબ જ તાકાત લગાવી પડે છે
ચેન ટ્રેનની મુખ્ય બ્રેક પાઇપ સાથે જોડાયેલ હોય છે. ચેન ખેંચતાની સાથે જ બ્રેક એર પાઇપમાંનો વાલ્વ ખુલે છે અને હવા નીકળે છે, જેના કારણે બ્રેકમાં હવાનું દબાણ ઓછું થવા લાગે છે અને ટ્રેન ધીમી પડી જાય છે
લોકો પાયલોટની સામે લગાવેલા પ્રેશર મીટરની સોય ફરવા લાગે છે. આ પછી તે ત્રણ વાર હોર્ન વગાડે છે અને પછી ટ્રેનને ઊભી રાખી દે છે. આ ત્રણ હોર્ન ટ્રેનના ગાર્ડ અને સુરક્ષા કર્મચારીઓને સંકેત આપે છે, જે જણાવે છે કે સાંકળ ખેંચવામાં આવી છે
જો કે, હાઈ સ્પીડમાં ચાલતી ટ્રેનને રોકવામાં થોડી મિનિટો લાગી શકે છે, જેના કારણે અચાનક રોકાઈ જવાથી ટ્રેનને પાટા પરથી ઉતરતા અટકાવે છે