શેકેલા ચણામાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, આયર્ન અને કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં મળી આવે છે.
દરેક સ્વસ્થ વ્યક્તિએ રોજ 50થી 60 ગ્રામ શેકેલા ચણા ખાવા જોઈએ.
જો તમે રોજ નાશ્તામાં કે પછી બપોરે ભોજન પહેલા 50 ગ્રામ શેકેલા ચણા ખાઓ તો તેનાથી બીમારીઓનું જોખમ ઓછું રહે છે.
જો તમે મોટાપાની સમસ્યાથી પરેશાન હોવ તો શેકેલા ચણા ખાવા ફાયદાકારક સાબિત થાય છે.
રોજ શેકેલા ચણા ખાવાથી મોટાપાની સમસ્યાથી રાહત મળે છે. આ સાથે જ તે પેટની લટકેલી ચરબી ઓગાળવામાં પણ મદદ કરે છે.
શેકેલા ચણાનું સેવન કરવાથી પેશાબ સંલગ્ન બીમારીઓથી છૂટકારો મળે છે.
જેને વારંવાર પેશાબ કરવા જવાની સમસ્યા હોય તેમણે રોજ ગોળ સાથે ચણાનું સેવન કરવું જોઈએ.
જે લોકોને કબજિયાતની સમસ્યા હોય છે તેમને ચણા ખાવાથી આરામ મળે છે.
અહીં આપેલી જાણકારી ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.