ભારતીય રસોઈમાં હળદરનું સેવન સ્વાદ વધારવા અને રંગ માટે કરવામાં આવે છે.
હળદરનો ઉપયોગ દવા તરીકે પણ કરવામાં આવે છે. હળદરમાં એન્ટી-ઓક્સીડેન્ટ્સ, એન્ટી-ઈન્ફ્લેમેટરીના ગુણ હોય છે.
સવારે ખાલી પેટ હળદરનું પાણી પીવાથી સ્વાસ્થ્યને ઘણા પ્રકારના ફાયદા મળે છે.
હળદરનું પાણી પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે. તેવામાં ડાયાબિટીસના દર્દીઓ માટે હળદરનું પાણી ફાયદાકારક છે.
દરરોજ હળદરનું પાણી પીવાથી ઇંસુલિનની સંવેદનશીલતા વધે છે, જેનાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે.
હળદરનું પાણી પીવાથી ઇમ્યુનિટી પણ બૂસ્ટ થાય છે.
હળદરનું પાણી પીવાથી પાચનતંત્ર પણ મજબૂત થાય છે. હળદરનું પાણી પીવાથી ગેસ, બળતરા અને સોજાની સમસ્યા થતી નથી.
એક ગ્લાસ હુંફાળા પાણીમાં અડધી ચમચી હલદર મિક્સ કરી પી લો. જો કાચી હળદરનો રસ મળી જાય તો તે વધારે સારૂ.
પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.