રાત્રે પથારી પર સૂતા જ તમને ઊંઘ આવી જશે, બસ આ નાનકડું કામ દરરોજ કરો

ઊંઘ

સારી ઊંઘ સ્વાસ્થ્ય માટે ખુબ જરૂરી છે. આજકાલ ઘણા લોકોને ઊંઘની સમસ્યા રહે છે. તેવામાં તમે આ ટ્રિક્સ અપનાવી સમસ્યાને દૂર કરી શકો છો.

સારી ઊંઘ માટે દરરોજ સમય પર સૂવુ અને જાગવું જરૂરી છે.

સવારે ઉઠીને થોડીવાર તડકામાં બેસો. રાત્રે સ્ક્રીન લાઇટથી બચો જેથી તમારી ઊંઘમાં વિઘ્ન ન આવે.

સારી ઊંઘ માટે હવા-ઉજાસ વાળો રૂમ પસંદ કરો. વધુ ગરમ કે વધુ ઠંડા રૂમમાં સૂવાથી ઊંઘ ખરાબ થાય છે.

સાંજ બાદ ચા, કોફી અને સોડા પીવાથી બચો. કેફીનથી ઊંઘ આવવામાં મુશ્કેલી થાય છે.

સૂતા પહેલા સિગારેટ ન પીવો. નિકોટિનથી મગજ એક્ટિવ થાય છે, જેનાથી ઊંઘ આવવામાં સમસ્યા આવે છે.

સારી ઊંઘ માટે રાત્રે સાદુ અને હળવું ભોજન કરો. ભારે ખોરાકને કારણે ઊંઘ આવવામાં સમસ્યા આવી શકે છે.

સૂતા પહેલા કેમોમાઇલ ટી પીવો. તેનાથી શરીરને આરામ મળે છે અને ઊંઘ જલ્દી આવે છે.

Disclaimer

પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.