અમૃતથી જરાય કમ નથી આ જ્યૂસ! બ્લડ શુગરના લેવલને ફટાફટ કરે છે કંટ્રોલ

બ્લડ શુગરને કંટ્રોલમાં રાખવા માટે કેટલાક જ્યૂસ પીવાની સલાહ અપાય છે જેનાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહી શકે છે.

કારેલાનો જ્યૂસ

કારેલાનો જ્યૂસ પીવાથી તેમાં મળી આવતા ચારેન્ટિન નામના પોષક તત્વ ઈન્શ્યુલિનના સ્તરને વધારવામાં મદદ કરે છે જે બ્લડ શુગરના લેવલને કંટ્રોલ કરે છે.

પાલકનો જ્યૂસ

પાલકમાં મેગ્નેશિયમ હોય છે, જે ઈન્શ્યુલિનને વધારવામાં મદદ કરે છે. આ કારણસર તે બ્લડ શુગર માટે ફાયદાકારક રહે છે.

જામફળનો જ્યૂસ

જામફળમાં ફાઈબર વિપુલ પ્રમાણમાં મળી આવે છે અને ગ્લાઈસેમિક ઈન્ડેક્સ ઓછો હોય છે જે બ્લડ શુગરના લેવલને જાળવી રાખે છે.

ટામેટાનો જ્યૂસ

ટામેટામાં વિટામીન સી અને એન્ટીઓક્સીડેન્ટ્સ હોય છે જે બ્લડ શુગરને કંટ્રોલ કરવાનું કામ કરે છે.

દૂધીનો જ્યૂસ

દૂધીના જ્યૂસનું સેવન કરવાથી મોટાપો ઘટે છે અને બ્લડ શુગર લેવલ ઓછું રહે છે.

લીંબુ અને આમળાનો જ્યૂસ

લીંબુ અને આંબળા બંને વિટામીન સીથી ભરપૂર હોય છે, જે શરીરમાં શુગર લેવલને કંટ્રોલમાં રાખે છે.

Disclaimer:

પ્રિય વાંચક, અમારો આ લેખ વાંચવા બદલ તમારો આભાર. આ લેખ તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યો છે. અમે તેને લખવા માટે ઘરેલુ નુસ્ખાઓ અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.