શરીર માટે સંજીવનીથી ઓછા નથી શિયાળામાં મળનારા આ ફૂલ, બીમારીઓને રાખશે દૂર
શિયાળાને ફળો, ફૂલો અને શાકભાજીની મોસમ પણ કહેવામાં આવે છે
ફૂલો ફક્ત આપણા બગીચાઓની સુંદરતા જ નથી વધારતા પણ આપણા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખે છે
શિયાળામાં આ ફૂલોનું સેવન પણ કરવામાં આવે છે, જેના કારણે તે ભોજનનો સ્વાદ બમણો કરી દે છે
જાસૂદના ફૂલનું સેવન કરવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે અને તે આપણા લીવરને પણ સ્વસ્થ રાખે છે
ઉત્તરાખંડની ખૂબસૂરત વાદિઓમાં મળનાર બુરાંડ ફૂલનું જૂસ પીવાથી હૃદય સ્વસ્થ રહે છે
શિયાળામં ફ્રેન્ચ મેરીગોલ્ડનું સેવન કરવાથી શરીરની સ્કીન હેલ્ધી રહે છે અને તેનો સલાડ તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે
ખેતરોમાં મળનાર કેમોમાઈલના ફૂલની ચા પીવાથી સ્વાસ્થ્યને ઘણો ફાયદો થાય છે અને તેની મીઠાઈઓ અને કેપ્સ્યુલ્સ પણ બજારમાં સરળતાથી ઉપલબ્ધ હોય છે
પ્રિય વાચક, અમારા સમાચાર વાંચવા બદલ આભાર. આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. અમે આ લખવા માટે સામાન્ય માહિતીની મદદ લીધી છે. ZEE NEWS આની પુષ્ટિ કરતું નથી