ખોરાક પચવામાં અસમર્થતા, ગેસ થવો અને નબળું પાચન તંત્ર આજે દરેક ઘરની મોટી સમસ્યા બની ગઈ છે.
ઘણા લોકો જે દિવસે પકવાન અથવા વધારે તળેલું ખાઈ લે છે તો તેઓ સાંજનું ખાવાનું પણ નથી ખાઈ શકતા કારણ કે સવારનું ખાવાનું જ નથી પચ્યું હોતું.
ઘણી વાર વધારે સ્વાદના ચક્કરમાં વધારે ખાઈ લેવું પણ અપચાનું કારણ બની શકે છે.
અપચાને કારણે, વ્યક્તિને ખોરાક ખાધા પછી શ્વાસ લેવામાં તકલીફ અથવા પેટ ફૂલવું જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
જો તમે પણ અપચો અને ખરાબ પાચનતંત્રની સમસ્યાથી પરેશાન છો, તો અમે તમારા માટે ખાસ ચૂર્ણ લઈ આવ્યા છીએ.
જો તમને પણ ખોરાક પચવામાં તકલીફ થતી હોય તો આગળની સ્લાઈડ્સમાં જુઓ ચૂર્ણ બનાવવાની રીત.
તમારે કરિયાણાની દુકાનમાંથી 100 ગ્રામ સાઇટ્રિક એસિડ અથવા લીંબુના ફૂલ અને 100 ગ્રામ લાહોરી મીઠું લેવાનું છે.
બંનેને સરખા પ્રમાણમાં લો, તેને બારીક પીસી લો અને મિક્સ કરો. તમારા પાચન તંત્રને સુધારવા માટે જાદુઈ ચૂર્ણ તૈયાર છે.
તમે જમ્યાના થોડા સમય પછી એક ચતુર્થાંશ ચમચી ચૂર્ણ સાદા પાણી સાથે લઈ શકો છો.
આ ખોરાકને ઝડપથી પચવામાં મદદ કરશે અને શ્વાસ લેવામાં તકલીફ ,ગેસ થવો, ખાટા ઓડકાર, પેટ ફૂલવું જેવી સમસ્યાઓથી પણ રાહત આપશે.
પ્રિય વાંચક, અમારો આ લેખ વાંચવા બદલ તમારો આભાર. આ લેખ તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યો છે. અમે તેને લખવા માટે ઘરેલુ નુસ્ખાઓ અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. સ્વાસ્થ્ય સંબંધિત કઈ પણ તમે વાંચો તો તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ ચોક્કસપણે લો.