Fruits: પોષકતત્વોથી ભરપુર આ 7 ફળ દાંત માટે નુકસાનકારક

ડ્રાયફ્રુટ

સુકામેવા દાંતમાં ચીપકીને રહી જાય છે. જેના કારણે દાંતમાં બેક્ટેરિયા વધે છે. તેનાથી કેવિટી થઈ શકે છે.

ખાટા ફળ

સંતરા, લીંબુ, દ્રાક્ષ જેવા ખાટા ફળમાં એસિડ હોય છે. તેનાથી દાંત પરનું ઈનેમલ ખરાબ થવા લાગે છે.

સફરજન

સફરજન સ્વાસ્થ્ય માટે સારા છે પરંતુ તેમાં નેચરલ શુગર વધારે હોય છે જે દાંતમાં બેક્ટેરિયાનું જોખમ વધારે છે.

દાડમ

દાડમ ખાધા પછી દાંત બરાબર સાફ ન કરવામાં આવે તો દાંતમાં સડો થઈ જાય છે.

કેરી

કેરી વધારે પ્રમાણમાં રોજ ખાવાથી દાંતમાં સડો થઈ શકે છે.

અનાનાસ

અનાનાસમાં પણ એસિડ વધારે હોય છે. તેને વધારે પ્રમાણમાં ખાવાથી દાંતમાં દુખાવો થઈ શકે છે.

કેળા

કેળા સ્વાસ્થ્ય માટે સારા છે. પરંતુ તેમાં શુગર વધારે હોય છે જે દાંતને ડેમેજ કરી શકે છે.