જો તમે પણ માર્કેટમાંથી બટાકા ખરીદો છો, તો હવે જાણી લો કે માર્કેટમાં નકલી બટાકા વેચાઈ રહ્યાં છે
આ માહિતી FSSAI એ આપી છે કે, માર્કેટમાં ખરાબ થઈ ગયેલા બટાકાને કૃત્રિમ રંગોમાં રંગીને વેચવામાં આવે છે
ખરાબ બટાકાને કેમિકલના માધ્યમથી તાજા બનાવાય છે, જેના કારણે તે ઝેરીલા બની જાય છે
જો તમે પણ બટાકાનું સેવન કરો છો તો તમને પેટની બીમારીઓ થઈ શકે છે
કેમિકલવાળા બટાકા ખાવાથી કાન, નાક, આંખ સહિત કિડની અને લીવરને નુકસાન પહોંચી શકે છે
આવો જાણીએ અસલી અને નકલી બટાકાની ઓળખ કેવી રીતે કરવી
બટાકા ખરીદતા સમયે હાથથી મસળીને ચેક કરી શકો છો, અસલી બટાકા ખાતા સમયે મૂળ રૂપમાં રહેશે, નહિ તો રંગ છોડશે
જો તમે બટાકાને હળવા ગરમ પાણીમાં નાંખશો તો તેના પર ચઢાવેલો રંગ નીકળી જશે