છાતીમાં જામી ગયેલા કફને ખેંચીને બહાર કાઢશે આ પાણી! શરદી-ઉધરસથી મળશે રાહત

શિયાળાની ઋતુમાં મોટાભાગના લોકોને શરદી ઉધરસની સાથે કફની પણ સમસ્યા રહે છે.

જેનાથી છૂટકારો મેળવવા માટે લોકો દવાઓ, સ્ટીમ વગેરે ઘણી વસ્તુનો સહારો લે છે.

જો તમે પણ કફ અને શરદી ઉધરસની સમસ્યાઓથી છૂટકારો મેળવવા માંગતા હોવ તો આ ઘરેલું નુસ્ખો તમને કામ લાગી શકે છે.

શરદી-ઉધરસ અને કફથી છૂટકારો મેળવવા માટે પીપળી, આદુ, કાળા મરી અને સિંધવ મીઠાનો ઉકાળો બનાવીને પી શકો છો.

આ બધી વસ્તુઓને એક બાઉલમાં લઈને બરાબર ઉકાળી અને થોડું ઠંડુ થયા બાદ તેનાથી કોગળા કરો.

પરંતુ સાવધાની રાખો કે જ્યારે કોગળા કરો તો ઉકાળો પેટની અંદર ન લેવો.

તેને ફક્ત ગળા સુધી સિમિત રાખો. તેનાથી તમારી છાતીમાં જામેલો કફ બહાર નીકળવામાં મદદ મળી શકે છે.

અઠવાડિયા સુધી સવાર સાંજ આ રીતે પાણી તૈયાર કરીને તેનાથી કોગળા કરવાથી તમને જલદી શરદી ઉધરસ અને કફની સમસ્યાથી છૂટકારો મળી શકે છે.

Disclaimer:

પ્રિય વાંચક, આ લેખ તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યો છે. અમે તેને લખવા માટે ઘરેલુ નુસ્ખાઓ અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. સ્વાસ્થ્ય સંબંધિત કઈ પણ તમે વાંચો તો તેને અપનાવતા પહેલા એક્સપર્ટની સલાહ ચોક્કસપણે લો. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.