હાઈ કોલેસ્ટ્રોલથી હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ રહે છે. તેને કંટ્રોલ કરવા માટે સૌથી પહેલા ખાણી પીણીમાં ફેરફાર કરવો જરૂરી હોય છે.
આથી અમે તમને એક એવા બીજ વિશે જણાવીશું જે હાઈ કોલેસ્ટ્રોલ સહિત અનેક બીમારીઓનો રામબાણ ઈલાજ છે.
આ બીજ બીજા કોઈ નહીં પરંતુ સફેદ તલ છે. આ તલમાં પ્રોટીન, મેંગેનીઝ, વિટામીન ઈ અને ફાઈબર સહિત અનેક પોષક તત્વો હોય છે.
તલમાં મળી આવતા ફાઈબર બ્લડ ફ્લોમાં કોલેસ્ટ્રોલના એબ્ઝોર્પ્શનને રોકે છે. આ સાથે જ ખરાબ કોલેસ્ટ્રોલને પણ કંટ્રોલ કરવામાં મદદરૂપ છે.
સફેદ તલ ડાયાબિટીસ, પાચન રોગ અને હાઈ બ્લડ પ્રેશરની સારવારમાં પણ મદદરૂપ છે.
રોજ 2-3 મોટી ચમચી તલના બીજનું સેવન કરવાથી એલડીએલ કોલેસ્ટ્રોલ સારા એવા પ્રમાણમાં ઓછું થાય છે.
આ બીજને તમારા સલાડમાં સામેલ કરવાની સૌથી સારી રીત તમારા સલાડ અને સૂપની સેકીને નાખીને તેનું સેવન કરવું એ છે.
અહીં આપેલી જાણકારી ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.