એલચીનો ઉપયોગ સામાન્ય રીતે સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે.
એલચીમાં એન્ટી ઓક્સીડેન્ટ્સ, કેલ્શિયમ, અને પોટેશિયમ મળી આવે છે.
ડાયાબિટીસના દર્દી માટે એલચી ખુબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
એલચીનો ગ્લાઈસેમિક ઈન્ડેક્સ 30 હોય છે. આવામાં એલચીના સેવનથી બ્લડ શુગર લેવલ વધતું નથી.
ડાયેટમાં એલચી પાઉડરનું સેવન કરવાથી ઈન્શ્યુલિન સેન્સિટિવિટી વધી શકે છે.
એલચીમાં પોટેશિયમ મળી આવે છે જે બ્લડ શુગરને કંટ્રોલ કરી શકે છે.
બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરવા માટે તમે એલચીની ચાનું સેવન કરી શકો છો.
ચા બનાવવા માટે એક કપ પાણી ગરમ કરો અને ત્યારબાદ તેમાં એલચી નાખો. જ્યારે પાણી આછું લીલું થાય ત્યારે તેનું સેવન કરો.
અહીં આપેલી જાણકારી ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.