ઘણા લોકોને વારંવાર જીભમાં અને મોઢામાં ચાંદા પડી જતા હોય છે. સામાન્ય રીતે આ ચાંદા 7 થી 10 દિવસમાં મટે છે.
ઘણા લોકોને લાંબા સમય સુધી જીભ પર ચાંદા રહે છે. જે બીમારી નો સંકેત પણ હોઈ શકે છે.
જ્યારે આવી તકલીફ થાય છે તો ખાવા પીવામાં સમસ્યા રહે છે.
આજે તમને એવા ઘરેલુ નુસખા જણાવીએ જેની મદદથી જીભના ચાંદા તુરંત મટી જાય છે.
જીભના ચાંદા મટાડવા માટે તુલસીના બે થી ત્રણ પાન ચાવીને ખાવા.
ભોજનની સાથે દહીંનો સમાવેશ કરવો તેનાથી ચાંદાનો દુખાવો અને સોજો મટી જાય છે.
એલોવેરા જેલ ચાંદા પર લગાડવાથી ચાંદા મટે છે.