કબજીયાતની સમસ્યા સામાન્ય થઈ ગઈ છે. અનેક લોકો તેનાથી પીડાતા હોય છે.
ખોટા ખાનપાન અને ખરાબ લાઇફસ્ટાઇલને કારણે કબજીયાતની સમસ્યા થાય છે.
કબજીયાત દૂર કરવા માટે હંમેશા ઠંડુ દૂધ પીવાની સલાહ આપવામાં આવે છે. તે પેટમાં બનતા એસિડને ન્યૂટ્રલ કરવાનું કામ કરે છે.
પરંતુ શું તમે જાણો છો કે દૂધ સાથે એક એવી વસ્તુ પીવાથી કબજીયાતમાં રાહત મળે છે. આવો તેના વિશે જાણીએ.
રાત્રે સૂતા પહેલા ગરમ દૂધ સાથે અજમો ખાઈ શકો છો. તે કબજીયાતની પરેશાની દૂર કરી શકે છે.
દૂધની સાથે ત્રિફળા ચૂર્ણનું સેવન કરવાથી કબજીયાતમાં રાહત મળે છે.
દૂધમાં હળદર મિક્સ કરી પીવાથી કબજીયાતની સમસ્યામાં છુટકારો મળી શકે છે.
કબજીયાતની પરેશાનીથી રાહત મેળવવા માટે તમે દૂધ સાથે એલચીનું સેવન કરી શકો છો.
આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરી રહ્યાં કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.