શેકેલા લસણ સાથે લવિંગ ખાવાથી શરીરને જોરદાર ફાયદા થાય છે.
રસોઈમાં રોજ લવિંગ અને લસણનો અલગ અલગ રીતે ઉપયોગ થાય છે.
લસણ અને લવિંગ બંને ઔષધીય ગુણોથી ભરપૂર વસ્તુઓ છે.
લસણ અને લવિંગ ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે અને સાથે જ અન્ય ફાયદા પણ થાય છે.
શેકેલા લસણ સાથે લવિંગ ખાવાથી બદલતા વાતાવરણના કારણે થતા શરદી ઉધરસ મટે છે.
શેકેલું લસણ અને લવિંગ રોજ ખાવાથી બેડ કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવામાં મદદ મળે છે અને હાર્ટ એટેકનું જોખમ ઘટે છે.
લસણ અને લવિંગ ખાવાથી હાડકા અને સ્નાયુ મજબુત થાય છે.
લસણની બે કળીની છાલ ઉતારી ધીમી આંચ પર શેકી લો. લસણ બ્રાઉન રંગનું થઈ જાય પછી તેમાં બે લવિંગ ઉમેરી તેને પણ શેકી લો. હવે આ વસ્તુઓને રાત્રે સુતા પહેલા ખાઈ લેવી.