વિટામીન બી12 કે ફોલેટની કમી સામે ઝઝૂમતા લોકોને એનીમિયા થવાનું જોખમ રહે છે.
એનીમિયા ઉપરાંત શરીરમાં થાક અને નબળાઈ પણ રહે છે. બોડીમાં ધીરે ધીરે સોજા પણ થવા લાગે છે.
અત્રે જણાવવાનું કે શરીરમાં વિટામીન બી12 આપોઆપ બનતું નથી. તેના માટે બહારના સોર્સ પર નિર્ભર રહેવું પડે છે.
જો તમારા શરીરમાં વિટીમીન બી12ની કમી હોય અને તમને તેને દૂર કરવા માંગતા હોવ તો કેટલાક ખાસ ફળોનું સેવન તમારે શરૂ કરવું પડશે.
શરીરમાં કયું ફળ વિટામીન બી12ને ઝડપથી વધારી શકે છે.
કેળામાં ભરપૂર પ્રમાણમાં વિટામીન બી12 હોય છે. જે તમારા શરીરમાં તેનું પ્રમાણ વધારી દેશે. કેળું પાચન માટે પણ સારું છે.
કીવી પણ શિયાળામાં ખાવું જોઈએ. તેમાં પણ વિટામીન બી12નું પ્રમાણ સારા એવા પ્રમાણમાં હોય છે. તે ઈમ્યુન સિસ્ટમને પણ મજબૂત કરે છે.
સ્ટ્રોબેરી પણ શરીરમાં વિટામીન બી12ના લેવલને વધારવામાં કારગર છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે ત્વચાને પણ સ્વસ્થ રાખે છે.
અહીં આપેલી જાણકારી ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.