શિયાળો શરૂ થતા જ શરદી ઉધરસ જેવી બીમારી થવા લાગે છે. એકવાર શરદી ઉધરસ થઈ જાય તો તેનાથી ઝડપથી છુટકારો પણ મળતો નથી.
શિયાળામાં શરદી ઉધરસ ન થાય તે માટે ખાવા પીવાનું ખાસ ધ્યાન રાખવું.
આજે તમને કેટલાક એવા ફળ વિશે જણાવીએ જેને શિયાળામાં ખાવાથી શરદી ઉધરસ થઈ જાય છે અને પછી મટતા પણ નથી.
કેળા પોષક તત્વોથી ભરપૂર હોય છે પરંતુ શિયાળામાં તેને ખાશો તો શરદી ઉધરસ થઈ જશે.
ખાટા ફળ જેમ કે સંતરા લીંબુ ઇમ્યુનિટી તો બુસ્ટ કરે છે પરંતુ શિયાળામાં તે શરદી ઉધરસ નું કારણ પણ બને છે.
જામફળની તાસીર ઠંડી હોય છે. ઠંડીની ઋતુમાં જામફળ ખાવાથી કફ જામી જાય છે.
શેરડીનો રસ ઉનાળામાં ફાયદો કરે છે પરંતુ શિયાળામાં તેને પીશો તો શરદી ઉધરસ ક્યારેય નહીં મટે.
ઠંડીમાં પાઈનેપલ ખાવું પણ નુકસાનકારક છે. તેનાથી છાતીમાં કફ જામી જાય છે.