Diabetes ના દર્દીઓએ આ વસ્તુનું સેવન ન કરવું જોઈએ, ઝેરની જેમ કરે છે કામ

ડાયાબિટીસ

એકવાર કોઈ વ્યક્તિ ડાયાબિટીસનો શિકાર બની જાય તો તેણે દવાથી વધુ ડાયટનું ધ્યાન રાખવું જરૂરી છે.

ડાયાબિટીસના દર્દીનું શરીર ઇંસુલિન હોર્મોનનું ઉત્પાદન કે ઉપયોગ કરી શકતા નથી. તેનાથી લોહીમાં ગ્લૂકોઝ વધવા લાગે છે.

તો ભારત સહિત વિશ્વમાં બ્લડ સુગરના દર્દીઓની સંખ્યા વધી રહી છે. ડોક્ટર ડાયાબિટીસના દર્દીઓને ખાન-પાનનું ખાસ ધ્યાન રાખવાનું કહે છે.

કારણ કે એક નાની બેદરકારી ડાયાબિટીસના લેવલને વધારી શકે છે. તેવામાં આજે અમે તમને જણાવીશું કે સુગરના દર્દીઓએ કઈ વસ્તુનું સેવન ન કરવું જોઈએ.

ટાઇપ-1 ડાયાબિટીસ સામાન્ય રીતે બાળકો અને યુવાનોને પ્રભાવિત કરે છે. આવી સ્થિતિમાં શરીર ઇંસુલિનનું ઉત્પાદન કરી શકતું નથી.

ટાઇપ-ટૂ ડાયાબિટીસ ત્યારે થાય છે જ્યારે શરીર જરૂરી ઇંસુલિનનું ઉત્પાદન કરી શકતું નથી કે ઇંસુલિનનો ઉપયોગ કરી શકતું નથી. ટાઇપ 2 ઓટોઇમ્યુન કંડીશન નથી.

રિફાઇન્ડ લોટ

ડાયાબિટીસના દર્દીઓએ રિફાઇન્ડ લોટનું સેવન ન કરવું જોઈએ. કારણ કે તે શરીરમાં પહોંચી ગ્લૂકોઝમાં પરિવર્તિત થઈ જાય છે, જેનાથી બ્લડ સુગર વધી જાય છે.

ટ્રાન્સ ફેટ

જો તમે ડાયાબિટીસના દર્દી છો, તો તેલ અને ચરબીનું સેવન નિયંત્રિત કરવું જોઈએ. ટ્રાન્સ ફેટ બે પ્રકારની હોય છે, એક પ્રાણીઓમાં જોવા મળે છે જે મનુષ્ય માટે ખૂબ જ હાનિકારક છે. બીજું કૃત્રિમ છે જે હાઇડ્રોજનયુક્ત વનસ્પતિ તેલ છે અને તે ખૂબ જોખમી પણ છે.

તળેલી વસ્તુ

જો તમે ડાયાબિટીસના દર્દી છો, તો તમારે તેલયુક્ત ખોરાકનું સેવન ન કરવું જોઈએ. કારણ કે તે ધીમે ધીમે પચાય છે. તેથી તે બ્લડ સુગર વધારી શકે છે.

ફળ

તરબૂચ અને પાઈનેપલમાં હાઈ ગ્લાયસેમિક ઈન્ડેક્સ હોય છે. જે બ્લડ શુગર વધારી શકે છે. તેથી આ બધા ફળોનું સેવન ન કરવું જોઈએ.

દારૂ

ડાયાબિટીસના દર્દીઓએ દારૂથી દૂર રહેવું જોઈએ. કારણ કે દારૂ પીવાથી સુગર લેવલ ઘટે છે.

મીઠું

મોટા ભાગના ડાયાબિટીસના દર્દીઓને મીઠું વધારે હોય તેવા ખોરાક ખાવાની મનાઈ હોય છે. બટાકાની ચિપ્સ, ફ્રેન્ચ ફ્રાઈસ અને અન્ય ખાદ્ય ચીજો જેવા નાસ્તા ખાવાનું ટાળવું જોઈએ.

ડિસ્ક્લેમર

અહીં આપવામાં આવેલી જાણકારી સીનિયર ડોક્ટર સાકેત શર્મા સાથે વાતચીત પર આધારિત છે. જો તમે ડાયાબિટીસથી પીડિત હોવ તો ડોક્ટરની સલાહ લેવી જોઈએ.