પેટની સમસ્યા જેમકે ગેસ, કબજિયાત, અપચો, એસિડીટી ઘણીવાર થઈ જાય છે.
જેમાં સૌથી ખતરનાક હોય છે એસિડીટી, એસિડિટીમાં પેટ અને છાતિમાં બળતરા થવા લાગે છે.
શું તમે જાણો છો કે અજમા તમને આ સમસ્યાથી મુક્ત કરી શકે છે ?
અજમામાં એવા કંપાઉંડ્સ હોય છે જે પાચન એન્જાઈમને વધારે છે.
અજમા ગેસ અને અપચો મટાડે છે.
અજમામાં એવા ફાઈબર હોય છે જે મળને મુલાયમ કરે છે અને કબજિયાત મટાડે છે.
અજમાના એન્ટી બેક્ટેરિયલ ગુણ આંતરડાને સ્વસ્થ રાખે છે.