તમારા ઘરે આવેલી કેરી કેમિકલથી તો પકાવેલી નથીને? આ રીતે કરો ચેક

ઉનાળો

ગરમીની સીઝન આવી ગઈ છે. તેને કેરીની સીઝન પણ કહેવામાં આવે છે.

ફળનો રાજા

કેરીને ફળનો રાજા માનવામાં આવે છે. તે સૌથી સ્વાદિષ્ટ ફળોમાંથી એક છે.

આમ તો પાકેલી કેરીને ઓળખી શકાય છે, પરંતુ કેટલાક દુકાનદાર વધુ ફાયદા માટે કેમિકલની મદદથી પણ કેરી પકાવતા હોય છે.

તેની અસર સીધી આપણા સ્વાસ્થ્ય પર પડે છે.

તેથી જો તમે કેમિકલથી પાકેલી કેરી ખરીદવાથી બચવા ઈચ્છો છો તો આ ત્રણ ટિપ્સનો ઉપયોગ કરી શકો છો.

કેરીનો રંગ જુઓ

કેમિકલથી પાકેલી કેરી પર લીલા કલરના ડાઘ હોઈ શકે છે. આ સિવાય તે તમને સારી રીતે પાકેલી લાગશે. તો કેરી પર કેમિકલ લાગેલું જોવા મળી શકે છે.

આ રીતે પણ કરો ચેક

તમે કેરીને પાણીમાં નાખી ચેક કરો. જો કેરી ડૂબી રહી છે તો તે નેચરલી પાકી છે. ઉપર તરે તો સમજો કે કેમિકલથી પાકેલી છે.

ટચ કરીને કરો ઓળખ

કેરી ખરીદવા સમયે તેને દબાવી ચેક કરો. કેરી જો ચારે તરફ પોચી છે તો તેને સારી રીતે પકાવવામાં આવી છે. જો કોઈ તરફ કેરી કાચી છે તો તેને કેમિકલથી પકાવવામાં આવી હશે.