આ જગ્યા તમને કોઈ હિલ સ્ટેશનથી કમ જરાય નહીં લાગે.
અમે વાત કરી રહ્યા છીએ પોળોના જંગલની. પોલો ફોરેસ્ટ ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા અને વિજયનગર તાલુકાાં અરવલ્લીની ગિરિમાળા વચ્ચે હરણાવ નદી કિનારે આવેલું છે.
પોળોનું જંગલ અમદાવાદથી નજીક ખુબ જ શાંત અને મનમોહક જગ્યા છે. અહીં તમને પરિવાર, મિત્રો અને બાળકો સાથે રજાઓ ગાળવાની મજા પડશે.
પોળોના જંગલમાં તમે હરણાવ બંધ, પ્રાચીન શિવ મંદિર, જૈન મંદિર જેવી જગ્યાઓ ફરી શકો છો.
અહીં તમે ચિમની ક્લાઈબિંગ જેવી એડવેન્ચરસ એક્ટિવિટી પણ કરી શકો છો.
આ જંગલ સુંદર પહાડીઓથી ઘેરાયેલું છે જે તેની શોભામાં વધારો કરે છે.
પોલો વનમાં કેમ્પિંગ, બોલ્ડરિંગ અને રેપલિંગ કરી શકાય છે. આ હાઈકિંગ અને ટ્રેકિંગ કેમ્પ માટે સૌથી ઉપર અને સૌથી સારી જગ્યાઓમાંથી એક છે.
પોળોનું જંગલ પોતાના ખુબસુરત ઈકો ટુરિસ્ટ પ્લેસ માટે પણ જાણીતું છે.