ગુજરાતના એ રાજા, જેમને પોલેન્ડના નાગરિકો પોતાના ભગવાન માને છે

ભારતમાં ઘણા રાજાઓ અને સમ્રાટો આજે પણ તેમના મહાન કાર્યો માટે યાદ કરવામાં આવે છે. પરંતુ એક એવો રાજા પણ થયા, જેને લોકો ભગવાન માને છે

અમે વાત કરી રહ્યા છીએ મહારાજા જામસાહેબ દિગ્વિજય સિંહજી રણજીત સિંહજી જાડેજાની

મહારાજા જામ સાહેબ ગુજરાતમાં નવાનગરના શાસક હતા

પરંતુ પોલેન્ડના લોકો તેને ભારતના લોકો કરતા વધુ માન આપે છે. પોલેન્ડના લોકો તેમને ભગવાનની જેમ પૂજે છે

આવું એટલા માટે કરે છે કારણ કે જામ સાહેબે બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન 1941માં લગભગ 1000 પોલિશ બાળકોને બચાવ્યા હતા

યુદ્ધ દરમિયાન, તેમણે નિર્વાસિત બાળકો માટે શરણાર્થી કેમ્પ લગાવ્યો હતો

આ કેમ્પમાં ભોજન, કપડા, તબીબી સંભાળ જેવી વસ્તુઓની વ્યવસ્થા કરવામાં આવી હતી

પોલેન્ડના લોકો આજે પણ યુદ્ધ દરમિયાન અનાથ બાળકોને મદદ કરવા અને આશ્રય આપવા માટે જામ સાહેબને તેમના ભગવાન માને છે

જામ સાહેબની યાદમાં પોલેન્ડના વોર્સોમાં એક વિસ્તારનું નામ 'સ્ક્વેર ઓફ ધ ગુડ મહારાજા' રાખવામાં આવ્યું છે