અંબાણી બંધુને મળી હતી આકરી સજા, રોટલી-પાણી કાઢ્યા હતા 2 બે દિવસ

કિસ્સો

અંબાણી પરિવાર ભલે ગમે એટલો અમીર કેમ ન હોય, પરંતુ શિસ્તને લઇને ઘરમાં એટલો જ કડક રહે છે. પિતા ધીરૂભાઇ અંબાણીએ બાળકોને શિસ્તનું મહત્વ શિખવાડ્યું છે.

શિસ્તનું મહત્વ

શિસ્ત એવી કે ભૂલ કરતાં મુકેશ અને અનિલ અંબાણીને કડક સજા મળતી હતી. એવો જ એક કિસ્સો મુકેશ અંબાણીએ પોતે એક ઇન્ટરવ્યુંમાં સંભળાવ્યો હતો.

મળી હતી સજા

એક્ટ્રેસ સિમી ગ્રેવાલના શો 'Rendezvous With Simi Garewal' માં મુકેશ અંબાણીએ કિસ્સો સંભળાવ્યો હતો કે કેવી રીતે ભૂલ કરતાં તેમને અને તેમના ભાઇ અનિલ અંબાણીને સજા મળતી હતી.

બાળપણનો કિસ્સો

તે સમયે મુકેશ અંબાણી 10-11 વર્ષના અને અનિલ અંબાણી 9 વર્ષના હતા. ઘરમાં કેટલાક મહેમાન આવ્યા હતા.

ભૂલ માટે સજા

માતા કોકિલાબેને મહેમાનોને ટેબલ ફૂડ પીરસ્યું હતું.મુકેશ અને અનિલે મહેમાનો ખાય તે પહેલાં ખાવાનું શરૂ કરી દીધું.

ગુસ્સે થયા પિતા

ધીરુભાઈ અંબાણી વારંવાર તેમને શાંતિથી બેસવા માટે કહી રહ્યા હતા, પરંતુ બંનેમાંથી કોઈએ સાંભળ્યું નહીં. બંને એક સોફા પરથી બીજા સોફા પર કૂદવા લાગ્યા.

પિતાનો ગુસ્સો

ધીરુભાઈ અંબાણી ખૂબ ગુસ્સામાં હતા. તે સમયે તેમણે કંઈ કહ્યું નહીં, પરંતુ જ્યારે મહેમાનો ગયા ત્યારે તેનો ગુસ્સો ચરમસીમાએ પહોંચી ગયો. બંનેને ખૂબ ઠપકો મળ્યો.

ગેરેજમાં બંધ

ધીરુભાઈ અંબાણીએ અનિલ અને મુકેશ અંબાણીને ઘરની બહાર ગેરેજમાં રહેવા કહ્યું. તેણે બે દિવસ ગેરેજમાં રહેવાની સજા ફટકારવામાં આવી હતી.

માતાની મમતા

માતા કોકિલાબેને તેમના પુત્રોનો પક્ષ લીધો અને તેમને ઘરની બહાર ન મોકલવાની ભલામણ કરી, પરંતુ ધીરુભાઈ અંબાણીએ કોઈનું સાંભળ્યું નહીં.

ફક્ત રોટલી અને પાણી

બંનેને બે દિવસ સુધી ગેરેજમાં રહેવું પડ્યું. ભોજનમાં ફક્ત રોટલી અને પાણી આપવામાં આવ્યું હતું.

બદલી દીધી જીંદગી

પિતાના ઠપકાએ બંને ભાઇઓને અહેસાસ કરાવી દીધો કે જીંદગીમાં કાયદા કાનૂન, શિસ્તનું શું મહત્વ છે.

ચાલમાં વિત્યું બાળપણ

ધીરૂભાઇ અંબાણી જ્યારે રિલાયન્સને બનાવી રહ્યા હતા, ત્યારે તે મુંબઇની એક ચાલમાં રહેતા હતા. એક રૂમમાં 9 લોકોનો પરિવાર રહેતો હતો.

રિલાયન્સ બની દેશની સૌથી મોટી કંપની

ધીરૂભાઇ અંબાણીએ પોતાના સંઘર્ષના દમ પર રિલાયન્સને દેશની સૌથી મોટી કંપની બનાવી દીધી.