કોણ છે રાધિકા મર્ચન્ટ, શું કરે છે, કેટલી અમીર છે? અનંત અંબાણીની દુલ્હનને મળો

લાડલી વહુ

મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી લગ્ન કરવા જઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12 જુલાઈના રોજ સાત ફેરા લેશે

પ્રીવેડિંગ

લગ્ન પહેલા અંબાણી પરિવારે અનંત અને રાધિકા માટે એક ભવ્ય પ્રી-વેડિંગ ફંક્શનનું આયોજન કર્યું છે. માર્ચ મહિનામાં જામનગરમાં ત્રણ દિવસ ભવ્ય આયોજન કર્યું હતું

સમારોહ

હવે મુકેશ અને નીતા અંબાણી તેમના નાના પુત્ર અને ભાવિ પુત્રવધૂ માટે બીજું પ્રી-વેડિંગ ફંક્શન કરવા જઈ રહ્યા છે. આ ફંકશન 28 થી 30 મે વચ્ચે યોજાશે

ફ્રાન્સ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અંબાણી પરિવાર દક્ષિણ ફ્રાન્સના કિનારે પ્રી-વેડિંગ ફંક્શનનું આયોજન કરશે. આ બધા સમાચારો વચ્ચે લોકો અંબાણી પરિવારની નાની વહુ રાધિકા મર્ચન્ટ વિશે સર્ચ કરી રહ્યા છે

પરિવાર

રાધિકા મર્ચન્ટ વિરેન અને શૈલા મર્ચન્ટની નાની દીકરી છે. 18 ડિસેમ્બર 1994ના રોજ જન્મેલી રાધિકા એક બિઝનેસવુમન, ક્લાસિકલ ડાન્સર, સોશિયલ વર્કર છે

પિતા

રાધિકાના પિતા વિરેન મર્ચન્ટ ફાર્માસ્યુટિકલ ફર્મ 'એનકોર હેલ્થકેર'ના સીઈઓ છે. રાધિકા મર્ચન્ટે કેથેડ્રલ એન્ડ જ્હોન કોનન સ્કૂલ અને ઈકોલે મોન્ડિયેલ વર્લ્ડ સ્કૂલ, મુંબઈમાં અભ્યાસ કર્યો છે

કરિયર

રાધિકા, ન્યુ યોર્ક યુનિવર્સિટીમાંથી પોલિટિકલ સાયન્સ ગ્રેજ્યુએટ છે, તેણે મુંબઈમાં સીડર કન્સલ્ટન્ટ્સમાં બિઝનેસ સ્ટ્રેટેજી કન્સલ્ટન્ટ તરીકે કામ કર્યું છે

કરિયર

અમેરિકાથી પરત આવ્યા બાદ તેણે લક્ઝરી રિયલ એસ્ટેટ કંપની ઈસ્પ્રવામાં એક વર્ષ કામ કર્યું. એક વર્ષ કામ કર્યા પછી, તે તેના પિતાની કંપની એન્કોર હેલ્થકેરમાં જોડાયા હતા

કરિયર

રાધિકા એન્કોર હેલ્થકેરના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સામેલ છે. આ ઉપરાંત, તે નાગરિક અધિકારો, આર્થિક સશક્તિકરણ, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે કામ કરે છે

હોબી

રાધિકા મર્ચન્ટ ક્લાસિકલ ડાન્સર છે. તેણે ભરતનાટ્યમની તાલીમ પણ લીધી છે. આ સિવાય તે જીવદયા માટે કામ કરે છે

મિત્રતા

રાધિકા અને અનંત અંબાણી બાળપણના મિત્રો છે. રાધિકા અનંતની બેસ્ટ ફ્રેન્ડ પણ છે. તે અંબાણી પરિવારની ખૂબ નજીક રહી છે

વહુ

ત્યારબાદ તે ઘણીવાર અંબાણી પરિવાર સાથે જોવા મળી હતી. બાદમાં અનંત અને રાધિકાના સંબંધોની વાત સામે આવી હતી