જેવી તેવી નહી, બંકર જેવી ગાડી વાપરે છે Salman Khan, ગોળીની પણ નિકળી જશે હવા

ફાયરિંગ

બોલિવૂડ સ્ટાર સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ફાયરિંગ બાદ સલમાન ખાનના ઘરની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

ધમકી

થોડા સમય પહેલા તેને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ દ્વારા ધમકી આપવામાં આવી હતી. તેને ઘણી વખત ધમકીઓ મળી છે. એવામાં તે પોતાની સુરક્ષાનું ખૂબ ધ્યાન રાખે છે.

બુલેટપ્રૂફ

તેની પાસે બુલેટપ્રૂફ કાર પણ છે. જોકે સલમાન ખાન પાસે નિસાન પેટ્રોલનું બુલેટપ્રુફ વર્ઝન છે. તેઓએ તેને ઇંપોર્ટ કર્યું હતું.

નિસાન પેટ્રોલ

સલમાન ખાન હાલમાં નિસાન પેટ્રોલ એસયુવી ચલાવે છે. હવે તે મોટે ભાગે આ SUVમાં જ જોવા મળે છે. સલમાન ખાનના કાર કલેક્શનમાં આ લેટેસ્ટ એડિશન છે.

એન્જિન

નિસાન પેટ્રોલ ભારતમાં વેચાણ માટે સત્તાવાર રીતે ઉપલબ્ધ નથી. સલમાન ખાનના નિસાન પેટ્રોલમાં 5.6-લિટર V8 પેટ્રોલ એન્જિન છે, જે 405hp અને 560Nm આઉટપુટ આપે છે.

બુલેટપ્રૂફ કાચ

આ SUV 7-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ સાથે જોડાયેલી છે. તેમાં સ્ટાન્ડર્ડ તરીકે 4-વ્હીલ ડ્રાઇવ સિસ્ટમ છે. સુરક્ષા માટે ચારેબાજુ બુલેટપ્રુફ ગ્લાસ લગાવવામાં આવ્યા છે.

સેફ્ટી

તે ફાયરિંગથી B7 લેવલ સુધી સેફ્ટી આપે છે. એટલે કે સ્નાઈપર રાઈફલ્સ પણ તેના કાચ તોડીને અંદર બેઠેલા વ્યક્તિને ઈજા પહોંચાડી શકશે નહીં.

ફીચર્સ

તેમાં 12.3-ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, 7-ઇંચ ડ્રાઇવર ડિસ્પ્લે, 10.1-ઇંચની પાછળની સીટ એન્ટરટેઇનમેન્ટ સ્ક્રીન અને 13-સ્પીકર બોસ સાઉન્ડ સિસ્ટમ જેવી સુવિધાઓ છે.