નામ બદલતા ચમકી ગયું આ બોલીવુડ સિતારાઓનું ભાગ્ય, શું તમે જાણો છો તેનું અસલી નામ?

દિલીપ કુમાર

દિલીપ કુમાર ન્યૂમરોલોજી પર ખુબ વિશ્વાસ કરતા હતા. તેમનું અસલી નામ યૂસુફ ખાન હતું, પરંતુ ત્યારબાદ તેમણે નામ બદલી દિલીપ કુમાર કરી દીધુ હતું.

મીના કુમારી

મીના કુમારી જે ટ્રેઝેડી ક્લીનથી ફેમસ હતી, તેનું અસલી નામ મહઝબીન બાનો હતું.

જોની વોકર

જોની વોકરે પણ ફિલ્મી સફર દરમિયાન પોતાનું અસલી નામ બદુરુદ્દીન જલાઉદ્દીન કાઝી બદલી નાખ્યું હતું.

મધુબાલા

મધુબાલાનું અસલી નામ મુમતાઝ જહાં દેહલવી હતું અને નામ બદલવાને કારણે તેને પ્રસિદ્ધિ મળી હતી.

સાયરી અલી

અભિનેત્રી સાયરી અલીએ પણ પોતાનું નામ બદલી રીના રોય કરી નાખ્યું હતું.

અક્ષય કુમાર

ખુબ ઓછા લોકો જાણે છેકે અક્ષય કુમારનું નામ રાજીવ ભાટિયા હતું. ન્યૂમરોલોજીના આધાર પર તેણે પોતાના નામમાં ફેરફાર કર્યો હતો.

રાજકુમાર રાવ

અભિનેતા રાજકુમાર રાવ પણ પોતાની સરનેમ યાદવ લખતા હતા, પરંતુ બાદમાં તેણે નામમાંથી યાદવ હટાવી રાવ રાખી દીધી હતી.

અજય દેવગન

બોલીવુડના સુપરસ્ટાર અજય દેવગને પણ પોતાનું નામ બદલ્યું છે. અભિનેતાનું અસલી નામ વિશાલ વીરૂ દેવગન છે.

ફરહાન અબ્રાહમ

ફરહાન અબ્રાહમને ભલે તમે ન જાણતા હોવ પરંતુ જોન અબ્રાહમને તમે જરૂર જાણતા હશો.