મુકેશ અંબાણીના પાઉચમાં આ શું દેખાયું? Viral Photos જોઈને લોકો ખુશ થઈ ગયા

એશિયાના સૌથી અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની પાસે અબજોની સંપત્તિ છે પરંતુ તેમની સાદગી હંમેશા ચર્ચામાં રહે છે.

113 અબજ ડોલર રૂપિયાના માલિક મુકેશ અંબાણી જ્યારે સોમવારે મતદાન માટે પોલિંગ બૂથ પર પહોંચ્યા તો તેમની તસવીરો વાયરલ થઈ ગઈ.

અંબાણીના ફેન્સે નોટિસ કર્યું કે અબજોની દોલત ધરાવતા મુકેશ અંબાણી પારદર્શક પાઉચમાં પોતાનું આધાર કાર્ડ લઈને પહોંચ્યા હતા.

તેમના હાથમાં તેમનું આધાર કાર્ડ હતું જેને તેમણે એક પોલીથિનમાં રાખ્યું હતું. સોશિયલ મીડિયા પર તેમની તસવીરો ખુબ વાયરલ થઈ.

લોકોએ તેમની સાદગીના વખાણ કર્યા, ફેન્સે તેમને ડાઉન ટુ અર્થ ગણાવતા પ્રશંસા કરી. ફેન્સ લખે છે કે અબજોની સંપત્તિ હોવા છતાં મુકેશ અંબાણી દેખાડો કરતા નથી.

મુકેશ અંબાણી ક્યારેક પોતાના સાધારણ કપડાં તો ક્યારેક મિલનસાર સ્વભાવને લઈને લોકો વચ્ચે ચર્ચામાં રહે છે.

સોમવારે 20મી મેના રોજ લોકસભા ચૂંટણી દરમિયાન મુકેશ અંબાણી સાથે નીતા અંબાણી અને આકાશ અંબાણી પણ પહોંચ્યા હતા. તેમણે મતદાન બાદ મીડિયા સામે પોઝ આપીને લોકોને મતદાનની અપીલ પણ કરી હતી.

પત્ની નીતા અંબાણી, પુત્ર આકાશ અંબાણી સાથે મુંબઈના માલાબાર હિલ પોલિંગ બૂથ પર મુકેશ અંબાણી પહોંચ્યા હતા. તેમની સાથે સુરક્ષાદળોનો કાફલો હતો. પરંતુ આમ છતાં તેમની એક તસવીરે લોકોના મન જીતી લીધા.

મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અંબાણી પણ સવાર સવારમાં લાઈનમાં ઊભા રહીને મતદાન કર્યું હતું.