News

ભાજપનો નવો ઠરાવ: ગુજરાતમાં કોઇ સીગરેટ કે અન્ય નશો કરતા દેખાયા તો પોલીસ પહેલા ભાજપ...
 ભારતીય જનતા યુવા મોરચાની “ કમલમ” ખાતે બેઠક મળી હતી. યુવાનો વ્યસનથી દુર રહે તે માટે યુવા મોરચાના કાર્યકર્તાઓ સતર્ક રહે તે જરૂરી છે. દરેક ક્ષેત્રનો યુવાન એ પાર્ટીના વિચારો સાથે જોડાય તે દિશામાં યુવા મોરચો કામ કરે અને સક્રિય બને. પાર્ટીના દરેક કાર્યક્રમને સફળ બનાવવા માટે યુવા મોરચો અગ્રેસર હોય છે. યુવા મોરચાના દરેક કાર્યક્રમ સંખ્યાત્મક સાથે રચનાત્મક થાય છે. વિશ્વની સૌથી મોટી પાર્ટી બનાવવા અંસખ્ય કાર્યકરોએ બલીદાન આપ્યા છે. યુવા જોડો અભિયાન થકી નવા યુવા મતદારોને ભાજપમાં જોડવાનું કામ યુવા મોરચો હાથ ધરાશે. 25 ડિસેમ્બર અટલ બિહારી વાજપેયના જન્મ જંયતી નિમિત્તે સમગ્ર પ્રદેશમાં 3500 થી વધારે યુવા મોરચાના કાર્યકર્તાઓ વિસ્તારક તરીકે નિકળશે. 12મી જાન્યુઆરીના રોજ સમગ્ર જિલ્લા-મહાનગરોમાં નવા જોડાયેલા યુવાનોનું યુવા સંમેલન યોજાશે. 14મી જાન્યુઆરીના રોજ સેવાવસ્તીમાં યુવા મોરચા દ્વારા પતંગ વિતરણ અને ચિકી વિતરણ કાર્યક્રમ હાથ ધરાશે.. આગામી દિવસોમાં ચાર મહાનગરોમાં યુથ કોનકલ્વે યોજાશે.
Nov 30,2021, 20:36 PM IST

Trending news