દુનિયાના સૌથી બેસ્ટ ઘઉંના દાણાંમાંથી બનાવાઈ PM મોદીની છબી, જેની શોધ ગુજરાતમાં થઈ હતી

ભાવનગર :ગુજરાતના પનોતાપુત્ર અને વૈશ્વિક નેતા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતના પ્રવાસે છે. વડાપ્રધાનનું ભાવેણાની પાવનભૂમિ ભાવનગર ખાતે રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ વિશ્વના સૌથી શ્રેષ્ઠ અને બોલ્ડ એવા ઘઉં ‘લોક-1’નાં દાણાથી તૈયાર કરાયેલી છબી સ્મૃતિ ભેટ તરીકે આપીને તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, લોકભારતી સંશોધિત વૈશ્વિક ખ્યાતિપ્રાપ્ત પ્રાકૃતિક ‘લોક-1’ ઘઉંને નોબેલ લોરેટે વિશ્વના સૌથી મોટી સાઈઝના ઘઉંનું બિરુદ આપેલુ છે. જેમાંથી પીએમની છબી તૈયાર કરવામાં આવી છે. 
 

1/4
image

ભાવનગર જિલ્લાના સણોસરા ખાતે આવેલી દેશની એકમાત્ર NGO ‘લોકભારતી’ના જાણીતા કૃષિ વૈજ્ઞાનિક સ્વ. ડૉ. ઝવેરભાઈ પટેલ દ્વારા લોક-1 ઘઉંનું સંશોઘન કરવામાં આવ્યું છે. આ ઘઉંનો પ્રકાર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરતો ઘઉંનો પ્રકાર છે. કેમ કે આ ઘઉંના ઉત્પાદનથી ખેડૂતો 8% વધુ ઉપજ મેળવી શકે છે. પરિણામે ઘઉંના બફર સ્ટોકમાં નોંધપાત્ર યોગદાન સાથે આપણા દેશની ખાદ્ય અછતનો સામનો કરવા માટે દેશ આત્મનિર્ભર બન્યો છે. તેથી જ આ ઘઉંનું સંશોધન રાષ્ટ્ર માટે અતુલ્ય યોગદાન ગણવામાં આવે છે. વર્ષ 1981થી દેશની અન્ય તમામ ઘઉંની જાતોમાં લોક-1 પ્રથમ સ્થાને છે.

2/4
image

લોક-1 ઘઉંના ઉપયોગથી દર વર્ષે દેશને રૂ.200 કરોડનો નફો થાય છે. આપણા રાષ્ટ્રની હરિયાળી ક્રાંતિ અને ખાદ્ય સુરક્ષામાં તેનું અમૂલ્ય યોગદાન છે. ઘઉંની અન્ય જાતોની સરખામણીમાં સૌથી વધુ ઉપજ આપનારી આ વેરાઇટીને ઓછી સિંચાઈ અને ખાતરની જરૂર પડે છે. જે વહેલી પરિપક્વતા હોવા છતાં વધુ ઉત્પાદન આપે છે.

3/4
image

વિશેષ ગુણધર્મો ધરાવતા આ ઘઉંના દાણાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર તૈયાર કરાવાઈ હતી. શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા વૈશ્વિક નેતા ભારતના વડાપ્રધાન મોદીનું આ અનોખી સ્મૃતિછબીથી સ્વાગત કરવામાં આવ્યુ હતું. 

4/4
image